એકસપોર્ટ કરતા ઊદ્યોગ એકમો તા. રપ એપ્રિલથી શરૂ કરી શકાશે…..!!

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

સોસીયલ ડિસ્ટન્સનું પાલન જરૂરી

મુખ્યમંત્રી વિજયb રૂપાણીએ કોરોના વાયરસની સંક્રમણની સ્થિતીમાં જાહેર થયેલા લોકડાઉન દરમ્યાન રાજ્યના એકસપોર્ટ ઓરિએન્ટેડ ઊદ્યોગ એકમોને આર્થિક આધાર આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
આ સંદર્ભમાં તેમણે એવા દિશાનિર્દેશો આપ્યા છે કે, રાજ્યમાં જે ઊદ્યોગ એકમો નિકાસ-એકસપોર્ટ કરે છે અને જેમની પાસે નિકાસ- એકસપોર્ટના ઓર્ડર્સ હાથ પર છે તેવા ઊદ્યોગ એકમો આગામી શનિવાર તા.રપમી એપ્રિલથી શરૂ કરી શકાશે.

સીએમઓ સચિવ અશ્વિનીકુમારે કહ્યું કે એક્સપોર્ટમાં કામ કરતા હોય તેવા યુનિટો 25 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. સીટી વિસ્તારમાં આવતા હોય તો તેમને પણ મંજૂરી મળશે.

 એકસપોર્ટ ના ઓર્ડર હોય તેવા એકમો-ઊદ્યોગો મ્યુનિસિપલ લિમિટમાં હોય અને કંટેનમેન્ટ જાહેર થયેલા વિસ્તાર બહાર કાર્યરત હોય તેવા ઊદ્યોગોએ જિલ્લા કલેકટર પાસેથી ઊદ્યોગ શરૂ કરવા મંજૂરી મેળવવાની રહેશે

 સોશિયલ ડિસ્ટન્સીંગ અને કોરોના સંક્રમણ નિયંત્રણના દિશાનિર્દેશોનું પાલન કરવાની શરત સાથે મંજુરી અપાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here