ઉપરવાસમાં આવેલા ડેમના મશીનો ચાલુ કરતા નર્મદા ડેમ ખાતે પાણીની સપાટીમાં સતત વધારો…

કેવડીયા કોલોની,(નર્મદા)
સતીશ કપ્તાન

મળતી માહિતી મુજબ ઉપરવાસમાં આવેલ ઓમકારેશ્વર તેમજ ઇન્દિરા સાગરમાં tarbin ચાલુ કરતા પાણીની આવક વધતા નર્મદા ડેમ ખાતે પાણીની સપાટી સતત વધી રહી છે.નર્મદા ડેમ ખાતે સાંજે પાંચ કલાકે નર્મદા ડેમ ખાતે પાણી ની સપાટી ૧૨૪.૬૩મીટર નોંધાઈ હતી.જ્યારે ૬:00કલાકે નર્મદા ડેમ ખાતે પાણી ની સપાટી ૧૨૪.૬૪મીટર નોંધાઈ હતી. એટલે કે નર્મદા ડેમ ખાતે પાણી ની સપાટી એક કલાક માં એકસેમી વધી રહી છે.જયારે નર્મદા ડેમ ખાતે પાણી ની આવક ૨૮૬૪૦ ક્યુસેક નોંધાઈ હતી.જ્યારે કેનાલ હેડ પાવરહાઉસ માં બે મશીન ચાલુ છે.અને તેનો ડિસ્ચાર્જ ૧૦૧૧૫ ક્યુસેક છે.જ્યારે રિવર બેડ પાવરહાઉસ bhand છે.જ્યારે નર્મદા મેઈન કેનાલમાં છે ૯૦૫૪ ક્યુસેક પાણી જઈ રહ્યું છે. જ્યારે ગોલબોલે gate દ્વારા ૬૦૦ક્યુસેક પાણી નર્મદા માં જઈ રહ્યું છે ગઈ કાલે સાંજે ૬:૦૦કલાકે નર્મદા ડેમ ખાતે પાણી ની સપાટી ૧૨૪.૨૦મીટર હતી.એટલે કે ૨૪ કલાક માં ૪૪સેમી સપાટી વધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here