ઉગતા સુરજની સાથે ગોધરા માટે ચિંતાનો વિષય…વધુ 2 પોઝિટીવ કેસ મળી આવ્યા,કુલ કેસોની સંખ્યા 11 થઇ….

ગોધરા,

કલમ કી સરકાર ; સાજીદ શેખ

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસોની સંખ્યા 11, હાલમાં સક્રિય કેસોની સંખ્યા 9 થઇ..

પંચમહાલ જિલ્લાનાં મુખ્ય મથક એવા ગોધરા નગરમાં રોજ આથમતા સુરજની સાથે લોકોના જીવ અધ્ધર રેહતા હતા, પરંતુ ગત રોજ એક પણ કોરોના પોઝિટીવ કેસ સામે ન આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.. પણ વિધિના વિધાનનો શું ઈરાદો હશે કે આજે ઉગતા સુરજની સાથે ગોધરા નગરમાં વધુ બે કેસોનો વધારો થયો છે. આ ૨ પોઝિટિવ કેસ ભગવતનગરના કોરોનાગ્રસ્ત યુવકના પત્ની અને ભત્રીજીનાં હોવાની વાત સામે આવી રહી છે.

કોરોના વાયરસને લઈને આજે સમગ્ર વિશ્વ હેરાન પરેશાન છે, જ્યારે ભારતમા પણ દિવસ પર દિવસ કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, આવા કપરા સમયે માનવ સુરક્ષા કવચરૂપે એક માત્ર લોકડાઉન વિકલ્પ છે જેથી કેન્દ્ર સરકાર સહિત રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસન દરેક નાગરીકને લોકડાઉનનું ચુસ્તપણે અમલ કરવા અનુરોધ કરી રહ્યું છે.. કારણ કે આજે માનવ જીવન ઘરમાં રેહશે તો જ સુરક્ષિત રહી શકશે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here