ઇનડિજીનસ આર્મીના સંસ્થાપક પ્રોફેસર પ્રફુલ વસાવાનો સોશિયલ મિડીયામાં મેસેજ વાયરલ

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લાના તમામ સરપંચો.. કેવડિયા વિસ્તાર બચાવવાની લડત સાથે જાેડાય..

કેવડિયા વિસ્તારના પ્રશ્નો માટે હવે પાર્ટીની લડાઈ છોડી આદિવાસી સમાજને બચાવવા માટે એક સાથે લડવાની હાંકલ

કેમ કરવી પડી હાંકલ શુ આદિવાસીઓના મતે રાજ રમત રમતા નેતાઓ અસરગ્રસ્ત આદિવાસીઓને પડખે નથી ???

કેવડીયા કોલોનીના વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના અસરગ્રસ્ત 6 ગામના આદિવાસી ઓનો નિયમીત પણે સત્તાધિશો સાથે સંધર્ષ થતો આવ્યો છે, આ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી આખરી દમ સુધી લડી લેવાના મુડમાં છે ત્યારે આદિવાસીના મતોથી રાજકારણ ચલાવતા તેમના જ નેતાઓ તેમના પડખે ઉભા ન રહેતા આદિવાસી સમાજમા ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આવા સમયે ઇનડિજીનસ આર્મીના સંસ્થાપક પ્રોફેસર પ્રફુલ વસાવાએ સોશિયલ મિડીયામા મેસેજ વાયરલ કરી આદિવાસી નેતાઓને પરસ્પરના મતભેદો ભુલી એક મંચ પર આવી કેવડીયા કોલોનીના વિસ્તારના 6 ગામના આદિવાસી ઓનો પોતાની માંગણીઓ માટે સરકાર સાથે લાંબા સમયથી ચાલતા સંધર્ષને સમર્થન આપવાની ગુહાર લગાવી છે.
પ્રફુલ વસાવાએ પોસ્ટ કરેલા મસેજમા જણાવ્યું છે કે કેવડિયા વિસ્તારની પંચાયતોના અધિકાર ખતમ કરવામા આવી રહ્યા છે  આપણા નેતાઓને આટલાં વર્ષોથી કહી રહયો છું  પરંતુ ડો પ્રફુલ વસાવા બીજા જિલ્લાનો છે એટલે આપણા સ્થાનિક આદિવાસી નેતાઓ પણ લડતને સાથ આપતાં નહિ હતા, સમાજના નામે સોદાબાજીની રાજનિતી કરનારા ઓનું કેવડિયા વિસ્તારમા ચાલ્યું નહિ જેથી પણ કેટલાક આદિવાસી નેતાઓ મને આ લડતમાંથી દુર કરવા સરકાર સાથે હાથ મિલાવ્યા, પરંતુ હવે બધાને ખ્યાલ આવી ગયો છે કે ગુજરાત સરકાર કેવડિયા વિસ્તારના આદિવાસીઓના અધિકારો ખતમ કરી રહી છે..  આ ભાજપ કોગ્રેસ કે બી ટી પી ની લડાઈ નથી. આદિવાસી સમાજને બચાવવાની લડાઈ છે, રાજનીતિ તો ડુંગરી બટાટા, પેટ્રોલ ડીઝલના ભાવો માટે પણ કરી લઇસુ ,પાર્ટીના નફો નુકશાનની વાત છોડો અને કેવડીયા કોલોનીના વિસ્તારમાં આદિવાસી સમાજના પશ્રો માટે કુદી પડો નહીતર સમાજની આવનાર પેઢીઓ કોઇ ને માફ નહિ કરે.

ઇનડિજીનસ આર્મીના પ્રફુલ વસાવાનુ સોશિયલ મિડીયામા વાયરલ થયેલ આ મેસેજ આગામી દિવસોમાં શુ તમામ રાજકીય પક્ષોના આદિવાસી નેતાઓને કેવડીયા કોલોનીના અસરગ્રસ્ત આદિવાસીના મુદ્દે એકમંચ પર લાવવામાં કારગર નીવડસે કે નહીં એતો આવનારો સમય જ કહેશે…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here