આયુર્વેદિક કોલેજ હોસ્ટેલ ફેસેલીટી બેઝ ક્વોરોન્ટાઇન હેઠળની ૧૭ વ્યક્તિઓને કાલે રજા અપાઇ…

રાજપીપળા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

જિલ્લામાં આજની સ્થિતિએ કુલ ૧૧૦ વ્યક્તિઓ ક્વોરોન્ટાઇન હેઠળ

આજે નવા વધુ કોઇ પોઝીટીવ કેસ નોંધાયેલ નથી : આજની સ્થિતિએ જિલ્લામાં કુલ- ૧૧ પોઝીટીવ કેસ

આજે સવારે પ્રાપ્ત થયેલ ૬૮ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ : આજે સાંજે પ્રાપ્ત થયેલ ૮૩ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૨૦ મી એપ્રિલ, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં આજે વધુ નવા કોઇ પોઝીટીવ કેસ નોંધાયેલ નથી અને આજની સ્થિતિએ જિલ્લામાં કોરોનાના પોઝીટીવ દરદીઓની સંખ્યા– ૧૧ છે. જિલ્લામાં આયુર્વેદિક કોલેજ હોસ્ટેલ ફેસેલીટી બેઝ કોરોન્ટાઇન હેઠળની ૧૭ વ્યક્તિઓને આજે રજા અપાઇ છે, જેથી આજની સ્થિતિએ કુલ- ૧૧૦ વ્યક્તિઓ ક્વોરોન્ટાઇન હેઠળ છે.

નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ આજે તા.૨૦ મી એપ્રિલના રોજ સવારે પ્રાપ્ત થયલ ૬૮ સેમ્પલ રિપોર્ટ નેગેટીવ આવ્યા છે તદ્દઉપરાંત આજે સાંજે પ્રાપ્ત થયેલ વધુ ૮૩ સેમ્પલના રિપોર્ટ પણ નેગેટીવ આવ્યા હોવાની જાણકારી પણ પ્રાપ્ત થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here