આમલેથા પોલીસે વિમલ પાન-પડીકી અને પાન મસાલાનો 9.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો…

નાંદોદ(નર્મદા)

પ્રતિનિધિ :- મનોજ પારેખ(સેલંબા)

વિમલ પાન-પડીકીના કોથળા નંગ 100 તથા તમાકુના કોથડા નંગ 20 મળી કુલ કિ. રૂ.9,12, 983 /- નો મુદ્દામાલ કબજે કર્યો.

આઈસર ટેમ્પો તથા પાનપડેકી તથા તમાકુના ફુલ રૂ.912983 નો મુદ્દામાલ મળી કુલ રૂ. 1412983 નો મુદ્દામાલ કબજે કરી ટેમ્પા ચાલક સામે કાર્યવાહી હાથ ધરી..

નાંદોદ તાલુકાના વીરપુર ચોકડી ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગની કામગીરી દરમિયાન આમલેથા પોલીસે ટેમ્પામાં વિમલપાન પડેકે ના કોથળા નંગ 100 તથા તમાકુના કોથળા નંગ 20 મળી કુલ કિંમત રૂ.912983 ના પાન મસાલા નો મુદ્દામાલ કબજે કર્યો છે જેમાં આઈસર ટેમ્પો તથા પાન પડીકી તથા તમાકુના રૂ.912983 નો મુદ્દામાલ મળી કુલ રૂ.1412983 નો મુદ્દામાલ કબજે કરી ટેમ્પો ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત અનુસાર પોલીસ પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન એક આઈસર ટેમ્પો નંબર જીજે 15 ઝેડ 1910 આવતા તેમાં ચેક કરતા ટેમ્પાના ચાલકે ડ્રાઈવરને વાહનમાં શું માલ ભરેલ જોવાનું પૂછતા વિમલ પાન પડીકી તથા તમાકુ વલસાડ થી રાજપીપળા ભરી લઈ જતો હોવાનું જણાવેલ નજીકમાંથી બે પાંચોના માણસો ને બોલાવી ડ્રાઈવરનું નામઠામની ખાતરી કરતાં તેને પોતાનું નામ અર્જુન પુન્નાવાસે મોર્ય(રહે, ગાડી અડ્ડા આર.કે ચાવલ હજી બંદર રોડ મુંબઈ 400015 મહારાષ્ટ્ર) નું હોવાનું જણાવેલ અને પોતે હાથમાં ગ્લોઝ ન પહેલી તેમજ સેનેટાઈઝર ન રાખેલ ન હોય અને સદર ટેમ્પામાં પાંચો સાથે ખાતરી કરતાં ટેમ્પામાં વિમલ પાન પડીકીના કોથડા નંગ 100 તથા તમાકુના કોથળા નંગ 20 ની કુલ કિંમત રૂ. 912983 નો મુદ્દામાલ મળી આવેલ જે બાબતે તેની પાસે આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવતા જિલ્લા મેજીસ્ટ્રીટ નર્મદાના જાહેરનામાં પાન પડેકી તમાકુનું વેચાણ બંધ રાખવાનું જાહેરનામું પાડેલો હોય તેનું ઉલ્લંઘન કરેલ છે. જેથી આઇસર ટેમ્પાની કિ. રૂ .500000/-તથા પાન પડીકી તથા તમાકુ રૂ.912983 /-મળી કુલ કિંમત રૂ. 1412983/- નો મુદ્દામાલ કબજે કરી ટેમ્પો ચાલક સામે પોલીસે 188 મુજબનો કેસ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here