આપણું આરોગ્ય હવે આપણી આંગળીના ટેરવે… આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરો અને કોરોના વિશે જાગૃત બનો

ગોધરા,

પ્રતિનિધિ :- ઈશ્હાક રાંટા

નોવેલ કોરોના વાઇરસ અંગે દેશવાસીઓને જાગૃત કરવા અને તેના સંક્રમણથી બચાવવા માટે ભારત સરકારે આરોગ્ય સેતુ નામની એપ શરૂ કરી છે. આરોગ્ય સેતુ એપમાં કોરોના સબંધી તમામ મહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. ગુજરાત સરકાર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે રાજ્યના લોકો આરોગ્ય સેતુ એપ પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરીને કોરોનાને આપો પડકાર, આરોગ્ય સેતુ એપનો લઇ સહકાર. પંચમહાલ જિલ્લા તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે વધુને વધુ લોકો આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી સ્વયંને સુરક્ષિત બનાવે છે. આરોગ્ય સેતુ એપમાં મળશે કોરોના સબંધી તમામ માહિતી, COVID-19ના સંક્રમણને લગતા જોખમો અને તેનુ સચોટ વિવરણ. તમારા લોકેશન અને સામાજિક ગ્રાફની મદદથી તમે કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો કે કેમ તે પણ આરોગ્ય સેતુ એપ જણાવશે.
કોરોના વાઈરસના લક્ષણોના આધારે સ્વ-પરિક્ષણ સુવિધા પણ ઉપલબ્ધ છે. રાજ્ય સરકાર દ્રારા અપીલ કરાઇ છે કે COVID-19 થી બચવા સોશ્યલ ડિસ્ટનસિંગનું ચુસ્તપણે પાલન કરીએ તથા આરોગ્ય સેતુ એપ દ્રારા સ્વયંને સુરક્ષિત કરીએ. તો ક્યુઆર કોડ સ્કેન કરો અને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી સુરક્ષિત બનો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here