આદિવાસીઓના વિકાસની વાતો કરનાર સરકાર પાસે દવાખાનાઓમાં લોકોના જીવનરક્ષક એવા તબીબ જ નથી…!!

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

રાજપીપળા સિવિલમાં બાળાને 5 દિવસથી કુદરતી હાજત ન થતા સારવાર અર્થે આવેલ આદિવાસી પરિવારને વડોદરા જવાનું ફરમાન..

ગરીબ પરિવાર પાસે પેટનો ખાડો પુરવા માટે પૈસા નહતા તો એમ્બ્યુલન્સ ક્યાંથી ભાડે કરે….??

હાલ કોરોના મહામારીના કારણે લોકડાઉન હોય વાહન વ્યવહાર બંધ છે તેવા સમયે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ડેડીયાપાડાથી નાની બાળકીની સારવાર માટે આવેલા એક આદિવાસી પરિવારને ધક્કે ચઢાવ્યા હોવાની વિગતો જાણવા મળી છે. ગરીબ પરિવારને દવાખાનામાંથી સારવાર માટે વડોદરા જવાનું કહેવાતા પરિવાર ના હોસ ઊડી ગયા હતા…!!

ડેડીયાપાડાના અંતરિયાળ ગામના સંજનાબેન પ્રેમસિંહ વસાવા નામની આઠ વર્ષની બાળકીને છેલ્લા પાંચ દિવસથી કબજીયાતની તકલીફ હોય તેને કુદરતી હાજત થતી નહોતી જેથી તેના માતા-પિતા તેને રાજપીપળા સિવિલ હોસ્પિટલમા લઈ આવ્યા હતાં. પરંતુ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાંથી ડોક્ટર નથી તેવું ગાણું ગાવામાં આવ્યું ત્યારબાદ વડોદરાની સયાજી હોસ્પીટલમા લઈ જવા જણાવી દેતા આ ગરીબ આદિવાસી અને અભણ પરિવારની હાલત કફોડી બની હતી. કારણ કે તેઓ મજુરીયાત વર્ગના હોય અને મુળ ડેડીયાપાડાના અંતરીયાળ ગામડાના હોઈ ગુજરાતી ભાષામા વાત કરતા સુદ્ધાં આવડતી ન હતી અને પૈસા પણ ન હોય ત્યારે વડોદરા કેવી રીતે જઈ શકે..? એમ્બ્યુલન્સ ના પૈસા ક્યાંથી લાવે ??

સિવિલ પર ભરોસો મૂકી આવેલું આ પરિવાર રાજપીપળાના સ્ટેશન રોડ ઉપર એક ખુણામાં બાળકીને લઈને રડી રહ્યું હતું ત્યારે વહાબ શેખ નામના સેવાભાવીની નજર પડતા તેમની પૂછપરછ કરતાં સિવિલનો આ મામલો પ્રકાશમા આવ્યો હતો. ત્યાર બાદ નજીકની એક ખાનગી હોસ્પીટલમા બાળકીને લઈ જતા સારવાર મળી હતી પરંતુ તે પણ પુરતી ન હોવાથી આખરે બાળકીના માતાપિતા નિરાશ થઈ ભગવાન પર ભરોસો મૂકી ચાલ્યા ગયા હતા.

જાણવા મળ્યા મુજબ આ ઘટના બે દિવસ પહેલા રાત્રે નવ વાગે બની જેમાં રાજપીપળા સિવિલમાં બાળકીને દાખલ કરી બીજા દિવસે સવારે ડોક્ટર નથી..એવું કહી ટ્રીટમેન્ટ કર્યા વગર રજા આપી દીધી હતી અને આખી રાત રાખ્યા બાદ જણાવ્યું કે ડોક્ટર નથી એને વડોદરા લઈ જાવ જોકે આ બાળકીને કબજિયાત સિવાય અન્ય કોઈજ તકલીફ ન હતી છતાં સારવાર ન મળી તો શુ ઇમરજન્સી વિભાગમાં કોઈજ ડોક્ટર હાજર ન હતા…?! આ ઘટના બાદ નર્મદાની વડી રાજપીપળા સિવિલની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે.
નર્મદા જિલ્લા ના રાજનીતિ ના માંધાતાઓ એકબીજા પર દોષારોપણ માંજ પડેલ છે, આદિવાસી સમાજ માટે ની ગંભીર સમસ્યા ઓ નું નિરાકરણ લાવવા તેમને કુમ્ભકર્ણ ની નિંદ્રા માંથી જાગવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here