આત્મનિર્ભર ગુજરાત યોજનાની જાહેરાત કરતા CM રૂપાણી

રાજપીપલા (નર્મદા)
આશિક પઠાણ

લોકડાઉન અને કોરોનાના અસરથી કથળેલા અર્થતંત્રને પાટે લાવવાનો પ્રયાસ

લોકડાઉન અને કોરોના ના કહેર વચ્ચે સમગ્ર અર્થતંત્ર હચમચી ઉઠ્યુ છે લોકો બેરોજગાર બન્યા છે,તેમાં પ્રાણ પુરવા સરકાર વિવિધ યોજનાઓ ગરીબ લોકો માટે અમલમાં લાવી રહી છે.નાનાં વેપારીઓ, વ્યવસાયીઓને, ફેરિયાઓ, રિક્ષાચાલકો વગેરેને 1 લાખ સુધીની લૉન માત્ર 2% વાર્ષિક દરે લૉન મળશે આ લોન ત્રણ વર્ષની અવધિમાં પરત ચૂકવણી કરવાની રહેશે: કોઈ જ પ્રકારની સિક્યુરિટીની જરૂર નહિ રહે.


નજીકની સહકારી બેન્કમાંથી મળશે લૉન: 6 મહિના સુધી EMI પણ ભરવાના રહેશે નહિ.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારતની વાત કર્યા બાદ અને કેન્દ્રિય નાણમંત્રી દ્વારા વિવિધ પેકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનો લાભ 10 લાખ લોકોને મળશે. યોજના હેઠળ બેન્કો પાસેથી લોનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બેન્કો માત્ર અરજીના આધારે લોન પાસ કરશે. 1 લાખ રૂપિયાની લોન 2 ટકાના વાર્ષિક વ્યાજે મળશે. જ્યારે 6 ટકા વાર્ષિક વ્યાજ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે, પ્રથમ છ મહિના વ્યાજ અને મુદ્દલ ચૂકવવું નહીં પડે તેમ મુખ્યમત્રીએ જણાવ્યું છે. વિગતવાર ગાઈડલાઈન હવે બહાર પાડવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here