કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા
૨૧/૦૫/૧૯૯૧ ના દીવસે પૂર્વ પ્રધાનમંત્રી સ્વ રાજીવ ગાંધી ની ત્રાસવાદી તત્વો એ હત્યા કરી હોવાથી તેઓ ની પુણ્યતિથિ તરીકે આંતકવાદી વિરોધી દિન તરીકે ઉજવવામાં આવે છે. તમામ સરકારી કચેરીઓમાં,શાળા મહાશાળાઓ માં આ દિવસે દેશભક્તિ,એકતા, સામાજીક સદભાવના માટે શપથ લેવડાવવામાં આવે છે. આ દિવસ નિમિત્તે કાલોલ પોલીસ સ્ટેશન ના પટાંગણમાં સીની.પી.એસ.આઈ એમ.એલ.ડામોર ની અધ્યક્ષતામાં તમામ પોલીસ સ્ટાફ દ્વારા આતંકવાદ વિરુદ્ધ નીડર થઈ ને લડીશું દેશ વિરોધી તાકતો નો મુકાબલો કરીશું દેશની એકતા અને અખંડિતતા માટે પ્રયત્નશીલ રહીશું તેવી શપથવિધિ લેવામાં આવી હતી જેમાં કાલોલ પોલીસ સ્ટેશન ના બન્ને પી.એસ.આઈ અને તમામ જવાનો હાજર રહ્યા હતા.