આતંકવાદીઓએ રેકી કરી હોય તંબુ બાંધવામાં કેટલું સત્ય..!!

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં એક ટેકરી પર આદિવાસીઓના મંદિર પાસે જ પોલીસ દ્વારા તંબુ બાંધતા આઆદિવાસીઓ વિફર્યા

અસરગ્રસ્ત વિસ્તારની આદિવાસી મહિલાઓએ પોલીસનો તંબુ લીધો બાનમાં

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આદિવાસી અસરગ્રસ્તો અને વહીવટી તંત્ર વચ્ચેના વાદ-વિવાદ એનકેન પ્રકારે વિકરતા રહ્યા છે, વાદ-વિવાદના અંત આવવાને બદલે નવા વિવાદ ઉભા થતા પરિસ્થિતિ ભારેલા અગ્નિ જેવી જોવા મળી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં એક ટેકરી ઉપર આદિવાસીઓના દેવનુ મંદિર આવેલ તેની પાસે જ પોલીસ દ્વારા તંબુ બાંધતા અને આતંકવાદીઓએ રેકી કરી હોય તંબુ બાંધવામા આવ્યાનુ આદિવાસીઓને જણાવતા વિવાદ વધુ વકર્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના કેવડિયા ગામની એક ટેકરી પર આદિવાસી સમાજની આસ્થાનું પ્રતીક સમાન પવિત્ર મંદિર છે ત્યાં પોલીસે તંબુ બાંધ્યો હોવાથી નવો વિવાદ જન્મ્યો છે. તંબુ હટાવી આદીવાસી સમાજની આસ્થાને ઠેસ પહોંચાડી હોવાથી પોલીસ આદીવાસી સમાજની માફી માંગે એવી ઉગ્ર માંગ સ્થાનિકોએ કરી હતી. જો એમ નહિ થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

આદિવાસી મહિલાઓ ટેકરી પર ચઢી ગઈ હતી અને તંબુને બાનમાં લીધો હતો, સાથે સાથે ટેકરી પરથી તંબુ હટાવવાની માંગ કરી હતી. બીજે દિવસે તંબુમાં પોલીસ આવે એ પહેલા ડેરો જમાવી મહિલાઓએ તંબુને બાનમાં લીધો હતો. જો કે મહિલાઓ એક માંગ સાથે અડગ છે કે જ્યાં સુધી તંબુ નહિ હટે ત્યાં સુધી અમે નહિ હટીએ. આ જોતા આવનારા દિવસોમાં ઘર્ષણના એંધાણ જોવા મળી રહ્યા છે. આ બાબતે આદિવાસી મહિલાઓને પોલીસ દ્વારા જણાવવામાં આવેલ કે આતંકવાદી ખતરો હોયને તંબુ બંદોબસ્ત માટે બાધવામા આવ્યો છે. જો પોલીસે આમ કહયું હોય તો તેના દાવામા કેટલી સચ્ચાઈ છે, તે તંબુ બાંધવામા આવ્યો અને તરત જ પોલીસ બંદોબસ્ત કેમ ના ગોઠવાયો, તંબુ કલાકો સુધી ખાલી કેમ રહયું..?? કે જેમાં આદિવાસી મહિલાઓએ કબ્જો જમાવી લીધો.

આદિવાસીઓનુ આ બાબતે કહેવું છે કે ધાર્મિક સ્થળ હોય અહીંયા આવા તંબુ લગાવી પોલીસ કાયમ બેસી કોઈ વિધર્મી કૃત્ય કરે તો અમારી આસ્થાને ઠેસ પહોંચે. અમે એ જ બાબતે વિરોધ કરી રહ્યા છે.

લોકડાઉન વચ્ચે સર્વે અને ફેન્સીંગ કામગીરી બાદ હવે ખેતી કરતા ખેડૂતો પર પોલીસ ફરિયાદ કરી વિવિદ હજુ શાંત નથી થયો ત્યાંતો આદિવાસીઓના આસ્થાના કેન્દ્ર સમાન મંદિર પાસે ટેકરી પર પોલીસે તંબુ તાણાતાં નવો વિવાદ છંછેડાયો છે . જોકે આ વિવાદ ધાર્મિક આસ્થાનો હોય વહીવટી તંત્રે કુશળતા રાખવી આનો અંત લાવવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here