આજ રાત સુધીમાં દુકાનો પર સ્ટીકર લગાવવાની કામગીરી પુરી કરાશે અને કાલથી એકી બેકી તારીખે દુકાનો ખુલ્લી રાખી શકાશે : મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ

રાજકોટ,
જયેશ માંડવિયા

જાહેર સ્વાસ્થ્યના હિતમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવશ્યકતા અનુસાર જ રાજકોટમાં કોરોનાની પરીસ્થિતને ધ્યાનમાં રાખીને શહેરીજનો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવામાં માટે દુકાનો એકી કે બેકી તારીખે ખુલ્લી રહે તે મુજબની વ્યવસ્થા કરવી જરૂરી જણાય છે. આ બાબતે વાત કરતા ઉદિત અગ્રવાલે કહ્યું હતું કે, ગઈકાલ તા. ૧૯-૦૫-૨૦૨૦ થી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની ૬૫૦૦૦ દુકાનો પર એકી અને બેકી નંબર (૧ અને ૨)ના સ્ટીકર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે આજે તા. ૨૦-૦૫-૨૦૨૦ ના રોજ રાત સુધીમાં પૂર્ણ કરવા ધનિષ્ટ પ્રયાસ કરવામાં આવી રહયા છે. મહતમ દુકાનોમાં સ્ટીકર લાગવામાં આવી ચુક્યા છે, અને બાકી રહેલ દુકાનોને પણ આજે રાત સુધીમાં આવરી લેવા કામગીરી ચાલુ છે. આવતી કાલ તા. ૨૧-૦૫-૨૦૨૦ થી આ સ્ટીકર મુજબની વ્યવસ્થા અમલી બનશે. એક નંબરના સ્ટીકર વાળી દુકાનો એકી તારીખે અને બે નંબરના સ્ટીકર વાળી દુકાનો બેકી તારીખે ખુલ્લી રહેશે. કાલે તા. ૨૧ મીએ શહેરની જે દુકાનો પર એક (૧) નંબરનુ સ્ટીકર લગાવાયું છે તે દુકાનો ખુલ્લી રાખી શકાશે, જયારે તા. ૨૨ મીએ જે દુકાનો પર બે (૨) નંબરના સ્ટીકર લગાવેલ છે તે દુકાનો ખુલ્લી રહેશે.

દુકાનો ખુલ્લી રાખવા બાબતે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ એમ બંને તંત્ર નિયમોનું પાલન થાય તે જોશે તેમજ જાહેરનામાંનો ભંગ થયાનું જણાતા કાર્યવાહી કરવામાં આવશે.

મ્યુનિ. કમિશનર એ વધુમાં કહ્યું હતું કે, આ કામગીરી માટે ૧૮ વોર્ડના વોર્ડ ઓફિસર તથા વિવિધ શાખાઓના ૨૮૬ કર્મચારીઓના હુકમ કરી તેઓને જવાબદારી સુપરત કરવામાં આવી છે. આ કર્મચારીઓ અને અધિકારીઓ વોર્ડ પ્રભારી ઓના માર્ગદર્શન હેઠળ કામગીરી કરી રહયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here