અસહ્ય ગરમીમાં બેભાન થઈ ગયેલા લોઢણના યુવાનનું સારવાર દરમિયાન મોત..

કેવડીયા કોલોની,(નર્મદા)
મનોજ પારેખ (સેલંબા
)

કેવડીયા નજીક આવેલ લોઢણ ગામના યુવાને વલ્લભભાઈ વેસ્તાભાઈ વસાવા અચાનક બેભાન થઇ જતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બેભાન અવસ્થામાં તેને ગરુડેશ્વર સરકારી દવાખાનામાં લઇ જવાયા હતા, ત્યાંથી વધુ સારવાર અર્થે રીફર નોટ સાથે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સમાં લાવેલા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મરણ થયું હતું. જોકે કયા કારણસર મોત થયું છે. તે જાણી શકાયું નથી પણ હાલ ૪૦થી ૪૨ ડિગ્રી ગરમીમાં આ યુવાન બેભાન થઇ જતાં તેમને દવાખાને દાખલ કર્યા હતા રાજપીપળા સિવિલના તબીબ ડો.એમ.બી.તડપદા રાજપીપળા પોલીસને જાણ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here