અરવલ્લી જીલ્લાની DISHA”( ડીસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી)ની બેઠક સાંસદ શ્રી દીપસિંહ રાઠોડની અઘ્યક્ષતામાં મળી

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

બેઠકમાં અરવલ્લી જિલ્લાના વિકાસને વેગ આપતી યોજના અને કામગીરીની સમિક્ષા કરવામાં આવી

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જીલ્લાની “DISHA”( ડીસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી) સમિતિની બેઠક મળી. માનનીય સાંસદશ્રી દીપસિંહ રાઠોડની અઘ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં જીલ્લાની વિવિધ વિકાસલક્ષી યોજનાઓના ધ્યેય અને પ્રગતિ અંગે સમિક્ષા કરવામાં આવી.
જિલ્લામાં ચાલતી કેન્દ્રીય યોજનાઓના અમલીકરણ અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઈ. જેમાં પી. એમ. પોષણ યોજના, રાષ્ટ્રીય આરોગ્ય મિશન અને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના,પ્રધાનમંત્રી પાક વીમા યોજના, આદર્શ ગામ યોજના, ઈ ગ્રામ સેવા, ગ્રામ પેયજળ યોજના, ગ્રામ સડક યોજના, રાષ્ટ્રીય આરોગ્ય મિશન, સર્વ શિક્ષા અભિયાન, કૃષિ વિકાસ યોજના, રોડ -રસ્તાઓની કામગીરી,સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના,નેશનલ હાઇવે ઓથોરિટી વગેરેની વિગતવાર ચર્ચા કરવામાં આવી.

અરવલ્લી જિલ્લાના વિકાસને લગતા પ્રશ્નોની સમિક્ષા કરી તેના યોગ્ય કામગીરી કરવા અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. સરકારશ્રીની વિવિધ યોજનાનો લાભ મહત્તમ લોકો મેળવે તે માટે પ્રચાર કરવા જીલ્લાની ચૂંટાયેલી પાંખને પણ વિનંતિ કરવામાં આવી.આરોગ્ય અને શિક્ષણને લગતી યોજનાઓનો મહત્તમ લાભ લોકો સુધી પોંહચાડવા અપીલ કરવામાં આવી. અને સૌ સાથે મળીને જિલ્લાના વિકાસ માટે કામગીરી કરવા સૂચન આપવામાં આવ્યા.

બેઠકમાં માનનીય સાંસદશ્રી દીપસિંહ રાઠોડ, ઇન્ચાર્જ જિલ્લા ક્લેક્ટરશ્રી અને નિવાસી અધિક કલેક્ટરશ્રી એન. ડી. પરમાર , ધારાસભ્યશ્રી પી. સી. બરંડા,જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેન કેડિયા,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડારેક્ટરશ્રી આર. એન. કુચારા,જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here