અમરેલી જીલ્લામાં ચુસ્તપણે ચેકિંગ, ચાંવડ અને કોટડાપીઠા ચેકપોસ્ટ સુરતથી વતન આવતા લોકોનું ચેકઅપ કરાયું…

બાબરા,

પ્રતિનિધિ :- હિરેન ચૌહાણ

બાબરા તાલુકાના લોકોને બાબરાની વિશ્વંભરી વિશ્વ વિદ્યાપીઠ ખાતે રાખવામાં આવી રહ્યા છે

કોરોના વધતો પ્રકોપ અને લોકડાઉન દરમિયાન સુરતથી વતન આવવા માટે સરકાર દ્વારા છુટ આપવામાં આવેલ છે. ત્યારે અમરેલી જીલ્લામાં હાલ કોરોનાનો એક પણ પોઝીટીવ કેસ આવેલ ના હોય અને સુરતથી આવતા લોકોમાં કોઈ કોરોના વાયરસ વાળા પ્રવેશ ના કરે તે માટે અમરેલીના કલેક્ટર સાહેબશ્રી અને અમરેલી એસ.પી. સાહેબશ્રી કોઈ પણ કચાસ રાખવા માગતા નથી.
અમરેલી જીલ્લામાં સુરતથી આવતા લોકોને ફરજીયાત પણે ચાવંડ ચેક પોસ્ટ તેમજ કોટડાપીઠા ચેકપોસ્ટ પર ચેકઅપ કરાવવાનું રહેશે. ત્યાંથી બાબરા તાલુકાના લોકોને બાબરાની શ્રી વિશ્વંભરી વિશ્વ વિદ્યાપીઠ ખાતે રાખવામાં આવેલ છે. અને જો કોઈનામાં કોરોનાના લક્ષણો જણાય આવે તો તેઓને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવે છે. અને બાકીનાઓને અહી વિદ્યાપીઠ ખાતે રોકવામાં આવેલ છે. એક ખાનગી બાતમી આધારે આ લોકોને અહિ વિદ્યાપીઠ ખાતે કદાચ કોવેરન્ટાઈન કરવામાં આવે તેવી શક્યતા છે…!! કેટલા સમય માટે અહિ રાખવામાં આવશે તેની હાલ કોઈ માહીતી મળેલ નથી.
જીલ્લાની ચાવંડ અને કોટડાપીઠા ચેકપોસ્ટ પર ચુસ્ત પણે ચેકીંગ સાથે ચેકઅપ કરવામાં આવી રહ્યું છે અહિ ચેકઅપ કર્યા બાદ બાબરા વિશ્વંભરી વિશ્વ વિદ્યાપીઠ ખાતે મોકલી આપવામાં આવે છે. આ બંને ચેકપોસ્ટ પર સતત પોલિસ જવાનો અને આરોગ્યની ટીમ બાજ નજર રાખી રહી છે. અને કોઈ પણ માણસને ચેકઅપ કર્યા વગર જવા દેવામાં નથી આવતા. ચેક પોસ્ટ પર ચુસ્ત પણે ચેકિંગ કરવામાં આવે છે ત્યારે જીલ્લામાં એક પણ કેસ ના પ્રવેશ કરી શકે તેનું ખુબજ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હાલ સુરતથી આવતા લોકો કે જે બાબરા તાલુકાના વતની છે તેઓ ને બાબરાની વિશ્વંભરી વિશ્વ વિદ્યાપીઠ ખાતે રાખવામાં આવેલ છે,અહિ જમવા-રહેવા ની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરવા માં આવેલ છે. અને કોઈ ને તકલીફ ના પટે તેનું તંત્ર દ્રારા ખુબજ ધ્યાન આપવા માં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here