અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમરે રાજ્યના મુખ્યપ્રધાનને પત્ર પાઠવ્યો…

બાબરા,

પ્રતિનિધિ :- હિરેન ચૌહાણ

પ્રવર્તમાન સમયમાં માનવભક્ષી એવા કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં કોહરામ મચાવી દીધો છે, આજદિન સુધી સમસ્ત દુનિયામાં લાખો લોકો કોરોનાની ઝપેટમાં આવી સંક્રમિત થયા છે જયારે એક લાખથી પણ વધુ લોકેએ પોતાના જીવ ગુમાવ્યા છે. હાલ વિશ્વ સહીત ભારત સરકાર પણ કોરોનાથી મુક્તિ મેળવવા અથાગ મેહનત કરી રહી છે તેમજ સમગ્ર દેશમાં 24 માર્ચથી લાગુ કરેલ લોકડાઉનને ત્રીજા ચરણ સુધી એટલે કે 17 મેં સુધી વધારી દેવામાં આવ્યો છે તેમછતાં ભારત સહીત ગુજરાતમાં કોરોના પોઝિટીવનાં દર્દીઓમાં લગાતાર વધારો નોંધાઈ રહ્યો છે,માટે હાલ ગુજરાત સરકારે તકેદારીના ભાગરૂપે નાનામાં નાની બાબતને પણ ગંભીરતા પૂર્વક ધ્યાને લીધી છે જેના અનુસંધાને હાલ અમરેલી જીલ્લામાં એક પણ કોરોના પોઝીટીવ કેસ ન હોવા છતાં પણ બહારથી આવતા લોકોને સમાજની વાડી કે સ્કુલમાં ફરજીયાત કોરોન્ટાઇન કરવાની શરૂઆત કરી છે જેને લઈને બાબરા જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમરે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી.

જેની ઠુંમરે પોતાના પત્રમાં જણાવ્યું હતું કે, હું જેની ઠુંમર પુર્વ પ્રમુખ અમરેલી જિલ્લા પંચાયત, મારા ધ્યાનમાં આવ્યું છે કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં જયારે સુરત, મુંબઈ કે અમદાવાદથી લોકો વતન પરત ફરે છે તો તેમને હોમ કોરોન્ટાઇન કરવામાં આવે છે પરંતુ અમરેલીમાં જ સુરત કે અમદાવાદ, મુંબઈથી આવતા લોકોને તાલુકા કક્ષાએ કે અમરેલીમાં કોઇ સમાજની વાડી કે સ્કુલમાં ફરજીયાત કોરોન્ટાઇન કરવામાં આવી રહ્યા છે, આવો ભેદભાવ શા માટે ? હું માનું છું કે આમાં આપની ૨૦૧૭ ની ચુંટણીના પરિણામની કોઇ ભેદભાવની ભાવના નહીં જ હોય…!! સુરત કે અમદાવાદથી આવતા લોકોને પોત પોતાના ઘરમાં પોતાની અલાયદી રીતે રેહતા હોય છે એમને એક સાથે કોઇપણ સમાજની વાડી કે હોસ્ટેલમાં કોરોન્ટાઇન કરવા તે વ્યાજબી નથી. આપ સાહેબને વિનંતી છે કે સુરતથી કે બીજા બહાર ગામથી આવનારા લોકોને જો કોરોનાના લક્ષણો ના હોય તો તેમને તેમના ઘરે જવા મંજુરી આપવી જોઇએ. કારણ કે આ આકરી ગરમીમાં લોકો જો સગવડતા વગરની સ્કુલો કે સમાજની વાડીઓમાં રહેશે તો વધુ બીમાર પડશે. આપ સંવદેનશીલ મુખ્ય પ્રધાન તરીકે જાણીતા છો તો એક મહિલા તરીકે મારા માદરે વતનના લોકોની આ વેદના સમજશો તેવી આશા રાખી રહી છું. બાકી સમાજની વાડીઓ અને હોસ્ટલમાં કેવી સુવિધા છે તેની આપને જાણ હશે જ એટલે હું કઈ વધુ લખતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here