અડાળી રીપેર કરવા જંગલમાંથી વાંસ કાપી લાવનાર ઇસમનુ અપહરણ કરાયુ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લાના ચોકમાલી ગામનાં ખેતમજૂરનુ અપહરણ કરી આરોપી પોતાના ઘરે કલતર ગામે લઇ ગયા, ઘરમા ગોંધી રાખ્યો

દેડિયાપાડા પોલીસ મથકમાં અપહરણ કરનારા પિતા પુત્ર સામે પોલીસે અપહરણની ફરિયાદ નોંધી

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ચોકમાલી ગામમાં રહેતા ખેતમજૂરનુ અપહરણ કરી તેને પોતાના ગામમા લઇ જઇને ગોંધી રાખનારા પિતા પુત્ર સામે પોલીસે અપહરણની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ચોકીમાલી ગામમાં રહેતા અને મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો રામજી વેસતાભાઇ વસાવાની ઘરની અડાળી વરસાદ વરસ્યો હોયને તુટી ગયેલ જેને રીપેર કરવા માટે જંગલમાથી ત્રણ લીલાં વાંસ કાપી લાવ્યો હતો. જે બાબતની જાણ ભારજી લીંબાભાઈ વસાવા અને શૈલેષ ભારજી વસાવા નાઓને થતાં તેઓ સીધા ચોકીમાલ ગામે પહોંચ્યા હતા અને ફરિયાદી રામજી વેસતાભાઇ વસાવાને તુએ અમારી જમીનમાથી કેમ વાંસ કાપ્યાનુ કહીં તેનું અપહરણ કરી તેને પોતાના સાથે તેમના ગામ કલસર ખાતે લઇ ગયા હતા જયાં તેને ગોંધી રાખી માર મારવામાં આવ્યો હતો.
આ બાબતે ફરિયાદીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ કરનારા બાપ બેટા સામે પોલીસ ફરિયાદ નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here